રાધા ગોરી વ્રજની છોરી,
મુજને બહુ લાગે વ્હાલી .
મૈયા બાંધ મને એનાં છેડાથી;
છોડી ખાંડણિયાની દોરી .
કા'ન કુંવર કલૈયા રે ,
તમે સમજો પોતાને બહુ મોટા રે .
બાળુડાં ,કાલતમને પોઢાડતી,
નવડાવી,પીળાંઅંબર પહેરાવતી .
ચાલન ગાડીએ હજુ પગલીઓ માંડી,
પછી
ગાયો સંગે શું દિન ફર્યાં થોડા !
એમાં આવી ગઈ આવી વાત ?!
લગની લગનની એવી શી લાગી ;
કે ના જોઈ ઉમરની વાટ?!!!!
બાંધ મને રાધાના છેડાથી
હું તો બંધાયો એનાં નેડાથી .
"બેલા"ની માળ એણે આપી છે પ્રેમથી ,
મારે હૈયે ઝૂલે એ ઘણા હેત થી .
બેલા
૭-૫-૨૦૧૨ /૭.૩૦.એ.એમ.
No comments:
Post a Comment