હું પૂછુંકે શ્યામ !, તમે
મથુરામાં એવું તે શું દીઠું ?
કે ગોકુળની ગલીયો ને ગોવાળિયા છોડી,
તમે મો'લાતમાં બેસણું કીધું!?
વેણુનો નાદ હવે આકરો કાં લાગ્યો
ને ભેરી તુરીમાં દિલ ડોલ્યું !
હૈયાનાં હેત પ્રીત ઓછાં પડ્યાં? કે,
તમે નજરાણાંને વ્હાલું કીધું !?
ગેડી દડા હવે વિસારે પાડ્યા
ને રાજ-રમતે મન મોહ્યું,
મહી-માખણની મટકી છોડીને
હવે માથું ફોડવાનું નીમ લીધું !?
શ્યામ ! તમે મથુરામાં એવું તે શું દીઠું ?
બેલા
૧૨-૧૨-૧૯૮૦
No comments:
Post a Comment