ઉંબરે બેઠી વાટડી જોઉં
ક્યારે તેડાં આવે વ્હાલાના !
ટોડલે મેં તો દીવો કર્યો ,
તોરણીયા બંધાવ્યાં
પીઠી ચોળી તારાં નામની
ને મેંદી રચાવી વ્હાલાં !
તેં તો દીધી આ એંધાણી
ને આશ દીધી છે વ્હાલાં .
ચરણ તૂટ્યાં આંખડી ધુંધળી
હાથનાં નેજવાં કર્યાં
દોટ ના મેલી શકું હું ,
તને ભેટવા મારાં વ્હાલાં !
ઉંબરે બેઠી વાટડી જોઉં
ક્યારે તેડાં આવે વ્હાલાના ?!
બેલા
૧-૫-૨૦૧૨ /૪.૩૦.પી.એમ.
No comments:
Post a Comment