ઢોલ ઢબુક્યાં ને શરણાઈ વાગી,
મારે મંડપ પધાર્યાં છે શામળા જી રે !
મંગળાષ્ટક ગવાયાં,ને મંગળ વરતાણા
છેડે બંધાયાંમારાં,શામળા જી રે !
ફેરાં ફરીને સાત પગલાંનાં વાયદા ,
દીધાં અમે સામસામે જી રે !
સિંદુર પુરાયું સેંથીમાં ;વ્હાલમા!
હવે લઇ લ્યો વિદાય મારાં શામળા જી રે !
મારી ડોલી ઉઠાવો ,ને ,થાપા થપાવો,
મારાં પગલાં પડાવો તમારે આંગણે જી રે !
તમારાં મહેલનાં બાગ બગીચા રે શામળા !
"બેલા"ની વેલથી મહેકાવો જી રે !
સોહાગ રાતની સેજ સજાવો શામળા ,
અંતરમાં મુજને સમાવો જી રે !
બેલા
૨-૫-૨૦૧૨ /૨.૦૦.પી.એમ
No comments:
Post a Comment