મારો ઘૂંઘટ સર્યો ધીરે ધીરે ,
ને નજર્યું માંડી મેં ધીરે ધીરે .
અધરો પર વાંસળી લગાડી ધીરે ધીરે ,
મારાં ગીતને સૂર તમે આપો શ્યામ !ધીરે ધીરે .
એ રીતે ય મને તમારાં ઓષ્ટનું
મિલન આપો શ્યામ !ધીરે ધીરે .
તમારી બંસી ને મારાં ગીત,
શબ્દ અને સૂરને અમર કરી દ્યો શ્યામ !ધીરે ધીરે.
લયમાં ઝૂમી ઉઠશે વનરાવન,
ને ખીલી ઉઠશે "બેલા"ય એની સંગ, ધીરે ધીરે.
બેલા
૩૦-૪-૨૦૧૨ /૧૦.૧૫.એ.એમ
No comments:
Post a Comment