ઓ રે મારાં શ્યામ !
શું ત્યાં તારાં ગો -લોકમાં ,
બેઠો બેઠો મઝા માણે છે ?
દેખાતું નથી તને ?
સંભળાતું નથી તને ?
તારી આ "બેલા" તડપે છે ,
વિનવે છે,કરગરે છે ,
પણ ,
તું તો ત્યાં રાધાજી સંગે ;
હિડોળે હિલોળાં લે છે .
આ લોકમાં કોઈ ઝૂરી મરે ,
સંતાપમાં દાઝી મરે ,
તારે શું ?
તું તો બસ ,
તારી વાંસળી વગાડી ;
ઝૂમ્યા કર .
નિર્દય !!!
બેલા
૩-૫-૨૦૧૨ /૯-૫૦ પી.એમ.
No comments:
Post a Comment