તીખાં તોખાર ભેગાં થયાં છે ;
રેસકોર્સના મેદાનમાં .
દોડ્યાં સૌ પ્રથમ થવા રેસમાં ,
જીતાડ્વાને સ્વ-અશ્વ્ ચાબુક ઘણી વીંઝી ,
અને વિતાડ્યું બહુ યે, એડીઓ મારી;
અંતે એ અશ્વ્ પ્રથમ આવ્યો રેસમાં-
-અને જીત્યો જેક-પોટ !
જીવ અશ્વનું પણ એમ જ .
જીતવા જીવન-રેસ કોર્સમાં ,
ખાવા પડે માર "ઈશ " તણા;
કારણ,"એ" પણ ઈચ્છે છે ,
કે ,જીત પોતાનાં અશ્વની હોય,
અને પામે અનંત-આનંદનો જેક-પોટ !
દુ:ખ વગર સુખનું શું મહાત્મ્ય કે સુખનો શો આનંદ ?!!!
બેલા
૭-૫-૨૦૧૨ /૧.૧૦.પી.એમ.
No comments:
Post a Comment