મને ખબર છે શ્યામ !
જેટલી તપાવીશ ,એટલી જ
હું
કથીરમાંથી કંચન બનીશ .
જુદાઈની આગમાં
અને
તને મળવાની લ્હાયમાં
જલી જશે સૌ કુકર્મ
બળી જશે પાપ ,અને,
એ ખાકની ભસમ લગાવી ,
અમે જગાવીશું અલખ .
મળ્યાં પછી ;
તારાં કુંજવનમાં આવી ,
"બેલા"ની સૌરભ પ્રસરાવીશ .
બેલા
૫-૫-૨૦૧૨ /૯.૩૦.પી.એમ.
No comments:
Post a Comment