પા પા પગલી માંડે મારો વ્હાલો,
બાળ કુંવર ચલાવે ચાલણગાડી .
પગનાં ઝાંઝર ઝણકે છે ;જયારે ,
કાનુડો ઠુમકે ચાલે છે.
કુંવર નાંનડો ઠેલે છે,
ને મુખ મીઠું મલકાવે છે.
આંગણિયામાં ઘૂમે છે ,
ને ગાયો સંગે ખેલે છે .
માતા યશોદા નીરખે છે,
ને મનમાં બહુ હરખાયે છે .
નજર લાગે ના કલૈયાને ,
કાજળ ટપકું લગાવે છે .
પા પા પગલી માંડે મારો વ્હાલો,
બાળ કુંવર ચલાવે ચાલન ગાડી.
બેલા
૬-૫-૨૦૧૨-/૧૨.૪૫.એ.એમ.
No comments:
Post a Comment