આંહી આવી ,
ને ,
આ વિયોગ આવ્યો .
ક્યાં ફેંકી તેં શ્યામ ?!
મને તો તારો દેશ છે ફાવ્યો .
મારો પ્રેમ ખોવાઈ ગયો ,
ક્યાં શોધું એ પ્યાર નિરાળો .?
બંસીની સાથે ઘૂમતો કુવાર કન્હૈયો ,
ગોવાલણનાં દહીં માખણ લૂટતો કાનુડો .
કદમની નીચે ધેનુ ને ગ્વાલ સંગે
કાલિંદી કાંઠડે ખેલતો કન્હૈયો .
બંસીવટ નો રાસ રચૈયો ,
રાધાજીનો પ્રિય ગોઠડીયો .
ક્યાં છે એ દેશ રૂપાળો ?
વિયોગી "બેલા" રુવે ચોધારે .
ક્યાં ફેંકી તેં શ્યામ?!
મને હવે કોનો સહારો ?
બેલા
૨-૫-૨૦૧૨ /૬.૦૦ પી.એમ.
No comments:
Post a Comment