કંઈક વરસોથી વાટડી જોતી ,વાટ ખૂટાડી દે ને !
તરસી આંખો ને તરસ્યા દિલની તૃષા મિટાવી દે ને !
કરમોની ગતિ અજાણી ,કરમ ખૂટાડી દે ને !
ભવાટવિની વાંકડી કેડી , પથ સુઝાડી દે ને !
મંગળમય દરશન દેવા ,તારાં દ્વાર ઉઘાડી દે ને !
અંતરથી અંતરમાં રાખીને અંતર મિટાવી દે ને !
લાવી "બેલા"ફૂલની છાબડી ,એને સ્વીકારી લે ને !
ચરણ-સ્પર્શ ને ચરણધૂલિનાં દાન અનેરાં દે ને ! ! !
3\11\2022
११. पी एम
No comments:
Post a Comment