મારે મૈત્રી તો છે ,મારા શ્યામની રે ,
નહીં બધા કોઈ અંતરપટની રે .
મારી રીતિ , નવધા આરાધનાની રે ,
નવ ગ્રહે, નવકાર, નવ રાતની રે .
તવ કૃપા પામું નવ આંકની રે ,
પ્રેમે પ્રસારું નવનિધિથી રે .
વહેંચું વહેંચું તો યે મુજની રે ,
"બેલા" ફેલાવે ફોરમ કૃપાધીશની રે .
ઓક્ટોબર \2020
મિત્રો, નવના આંક જેવી હોવી જોઈએ . સંપૂર્ણ આંકડો છે .નવ(9) સુરક્ષિત રહીને બીજાને ઘણું આપે છે .
માટે નવના આંકડાનું મહત્વ છે .નવ ગ્રહો, નવ રાત્રી , નવકાર મન્ત્ર ,રામનવમી , નવનિધિ
અને નવધા ભક્તિ . આપણે માંડણ કરીયે .
9*1=9, 9*2=18=9, 9*3=27=9 9*4=36=9, 9*5=45=9, 9*6=54=9,
9*7=63=9, 9*8=72=9, 9*9=81=9, 9*10=90=9
આમ, નવનો આંકડો અક્ષત રહી બીજાને ઊંચે ચડાવે છે .
No comments:
Post a Comment