અલખના ધણી ! તને પૂછું એક જ વાત ,
શાને રાવડાવે ભૂલોકની તારી આ જમાત ! ?
શી ખોટ છે તારે ? તારા ભર્યેપૂર્યે ધામ ?
બેસે વહેંચવા ,તો, વહેંચે આખું ધામ !
સુદામો ને દ્રૌપદી , પામ્યાં પરમ -પ્રેમધાર !
નરસૈયોં ને મીરાં તો , તરી ગયાં ભાવ પાર !
"બેલા"ને તો ધરવી, આપી સુગંધ અપાર !
તો યે શાને રાખી અળગી તુજથી મારા નાથ ! ?
21\12\202
11.30. પી.એમ.
No comments:
Post a Comment