----સપના વીણીને બેઠી ,ભરી બજાર ,
----આવોને વ્હાલા ! ખરીદો બે-ચાર ;
----સાજણ ,હાટડી વચાળે બેઠી ,નેજવાં કરું ,
----મારી ખૂટવા લાગી છે ,હવે હામ .
----(હામ ખૂટી, લાગે છે , પામી હું હાર .)
----પીટ્યા, આ અળવીતરા ,સપનાનાં તોખાર ,
----જો ને, ઢીલી ના મેલવા દે ,રાશ લગાર .!
----થનગન થનગન નાચે રોયા ,ગજવે છે બજાર .
----મારો વા'લો કરું તને ,આવને બની મદદગાર !
----ગોપીયું હારે તો બહુ ખેલ્યો ,કિરતાર ,પણ ,
----જોજે , "બેલા" નઠોરનાં સપનાં નાં રોળાય ,
----------------ઓ જગદાધાર ! ------------
૧૬ માર્ચ ૨૦૧૮
૯.૩૫.એ.એમ.યું.એસ.એ.
No comments:
Post a Comment