Pages

સુખ-દુઃખ



----------એક ભક્ત કવિની પહેલી પંક્તિ છે :-
----સુખ દુઃખ મનમાં ન આણીએ ,ઘટ સાથે રે ઘડિયા ,
----ટાળ્યાં તે કોઈનાં નવ ટળે ,રઘુનાથના જડીયાં .
----------પરંતુ સુખ આપણે શેને કહીશું ? દુઃખ ક્યાંથી આવે છે ? આ ,સુખ ને દુઃખ મનની લાગણીઓ છે .કિન્તુ એક હકીકત છે કે ,જો પહેલાં દુખની લાગણી ના હોય તો સુખ અનુભવાતું નથી 
----સુખ ત્યારે જ પ્રાપ્ત થાય છે ; જ્યારે દુઃખનું અસ્તિત્વ હોય છે . એક દાખલો આપું .
----------આપણી સંસ્કૃતિમાં ,વ્યક્તિ બહારથી આવે એટલે એને  પીવા માટે પાણી આપવામાં આવે છે . આ એક ભારતીય સંસ્કાર છે .ક્યાંક સાદું પાણી ,તો ક્યાંક લીંબુનું શરબત તો વળી 
----ક્યાંક ગોળનું પાણી આપવામાં આવે છે . બહારથી આવેલી વ્યક્તિ એ પાણી પીને સુખની -હાશની -અનુભૂતિ કરે છે . આ પાણી એને  સુખદાઈ કેમ લાગ્યું ? કારણ ,એ તડકામાંથી 
----આવી હતી ,તરસનું દુઃખ અનુભવતી હતી ,શ્રમ કરીને આવી હતી ,તેથી થાકનો અનુભવ કરતી હતી .સાદા  પાણીથી તરસ બુઝાઈ ,લીંબુના પાણીથી (સીકંજી)ઠંડક વર્તાઈ અને ગોળના પાણીથી થાક ઓછો થઇ સ્ફૂર્તિ વર્તાઈ અને સુખ અનુભવ્યું .!તો સુખ ક્યારે અનુભવ્યું? જ્યારે દુખની અનુભૂતિ હતી ત્યારે .
----------એ જ રીતે ઈચ્છાની પૂર્તિ ન થતી હોય તો દુઃખ થાય છે અને એ ઈચ્છા પરિપૂર્ણ કરવા મહેનત કરીને પૂરી કરીએ ત્યારે જે આનંદ થાય  તે સુખ છે .તો સુખની પરિભાષા શું ?
----વ્યાખ્યા શું ?તો કે ,આપણી ઈચ્છા ફળીભૂત થઇ તે નો આનંદ તે સુખ અને જ્યાં સુધી ઈચ્છા પૂરી ના થઇ ત્યાં સુધી દુઃખ ! તો કોણ મોટું ?કોણ કોની છાયામાં ?દુખની છાયામાં 
----સુખ વસે છે .અપેક્ષાઓ દુઃખનું મૂળ છે .સુખ દુઃખ જોડીયા ભાઈ જેવાં છે ;એકબીજા સાથે સંલગ્ન .દુખને પ્રેમથી  સ્વીકારી આદરભાવ આપશો તો એ ચાલ્યું જશે ;અને તરત જ સુખ તાળી આપવા કૂદી પડશે .એની તાળી લીધી ના લીધી ,અને આનંદનો ઓડકાર ખાધો ન ખાધો ત્યાં તો ફરી -એ સુખથી વધુ સુખ મેળવવાની અપેક્ષાઓ ઉમટી પડશે અને વળી દુઃખ હાજર 
----થઇ જશે .સુખની હાજરી ક્ષણિક અથવા થોડા સમય માટે જ હોય છે .જ્યારે દુઃખ હમેશા આસપાસ ફરતું જ રહે છે .
----------માટે જ્યાં સુધી મન સંતોષી નહી થાય અને અપેક્ષાઓની વણઝાર નહી અટકે ત્યાં સુધી સુખ દુખની  ખો ખોની  આ  રમત ચાલુ જ રહેશે .તેથી અપેક્ષા છોડો. જે મળ્યું છે તે સ્વીકારી 
----સંતોષી બનો તો હમેશા આનંદી-સુખી રહેશો.સુખને શોધવા નીકળશો તો દુઃખ જ ભટકાશે અને જો દુખને ભેટી પડશો તો,;પાછળ,પેલું સંતાઈને ઉભેલું સુખ મલકીને ખભે ચડી જશે 
----દુઃખ દરિયો છે અને સુખ એમાં રહેલી મોતી-સીપ છે.એ સુખનું મોતી તો દુખના દરિયામાં ડૂબકી મારો ત્યારે મળે અને એક મોતી મેળવી સંતોષ રાખો તો દુઃખ જખ મારશે.
----------દુઃખ સુખ તો છાયો-પડછાયો,
----------દુઃખ મોટું ,સુખ નાનું ;
----------દુઃખ તો દોડે હર એકને મળવા ,
----------સુખ બિચારું આંગળીએ ટીંગાય  ! 
----------ક્યાંક  કોકને ટપલી મારે ,ત્યાં તો 
----------દુઃખ પછવાડે ઘસડાય ! 
----------દુઃખ સુખના આ ચક્કરમાં ;
---------જો ને માનવ કેવાં ફસાય ! ! 
----જેમ ઈશ્વરને પામવા ભક્તિ અને અષ્ટાંગ યોગને વળગીએ છીએ ને ? એમ જ સુખ પામવા સંતોષને ગળે વળગાડવો પડે .સંતોષ અનંત સુખ આપે છે ;ત્યાં દુક્છ ફરકી પણ શકતું નથી .
                                                                                                                                                                           
 ૨ માર્ચ ૨૦૧૮ 
                                                                                                                                                                           ૧૦.૩૦.\૧૧.૦૦ એ.એમ. યું.એસ.એ .

No comments:

Post a Comment