Pages

બૃહદ્દ-જોડાણ



----ક્યાંક કોઈક ફૂલ ખીલ્યું ,ને,
----આંહી અંતર આપણું કોળ્યું .!
----ક્યાંક વર્ષા થઇ ,વાદળ ઉમટ્યું ,
----ને, આપણું ચમન આંહી ફોર્યું .! 

----ક્યાંક કોઈ ફૂલ કરમાયું ,ને,
----આંહી અંતર ઉદાસીથી ભર્યું .! 
----ક્યાંક દુકાળે રણ સર્જાયું ,ને,
----આંહી દિલ જોને ઉજડી ગયું .! 

----ક્યાંક કોયલ કુકે ,ને ,હિલોળે ચડે હૈયું ,
----ક્યાંક શ્વાન રડે ને, મન જોને હિજરાયું .!
----આ તે કેવાં અને ક્યાંના છે તાર ? ! 
----દુરની અનુભૂતિ સાથે ,આંહી અનુભવાયું ! ? 

----નક્કી જ છે કોઈ અદ્રશ્ય,અદ્ભુત ,બૃહદ જોડાણ !
----આત્મા -પરમાત્મા ના બૃહદ જોડાણ જેવું ! ! 
                                      ૧૩ માર્ચ ૨૦૧૮ 
                                           ૯.૧૫.પી.એમ. યું.એસ.એ .

No comments:

Post a Comment