----આધ્યાત્મિક , વિરક્ત જીવન જીવવાનો અર્થ સોગીયું જીવન જીવવું એવો નથી થતો .ઈશ્વરે આ સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે,
એમાં આનંદ ભર્યો છે ;એ માણવા , આ જીવન પણ
----દીધું છે . હા , એ સૌદર્ય અને આનંદ-ઊર્મિ ,એણે સર્જેલું સંગીત , માણતાં માણતાં "એ"ને ભૂલી ન જવાય એ ખ્યાલ રાખવો એ આધ્યાત્મ.
આધ્યાત્મિક જીવન એટલે જિંદગીનાં રસ સુકવી નાખવા એમ નથી , આ જીવન, ઈશ્વરે રચેલી સૃષ્ટિમાં ,ઈશ્વરને યાદ રાખી , આનંદથી વિતાવવા માટે છે . વિરક્ત થવું
----અને નીરસ થવું બે અલગ વસ્તુ છે .વિરક્તિ આસક્તિથી દૂર થવાનું કહે છે ,રસિકતા કે આનંદથી નહી .રસિકતા અને આનંદનો બહોળો અર્થ છે .શબ્દાર્થ ન પકડો ,ગુઢ અર્થ
----સમજો .નરસિંહ મહેતા વિરક્ત હતાં છતાં ય સંગીતથી, રસિકતાથી દૂર નહોતાં .મીરાં તો પદમાં શ્રુંગાર રસ પણ લાવતા .
સુરદાસજી રાધા-કૃષ્ણના સૌદર્યનું વર્ણન પદોમાં
----કરતાં .બધાં જ વિરક્ત હતાં છતાં ય મનમાં આનંદ અને રસિકતા ધરાવતા ત્યારે જ આ પદો લખીને ગાતા પણ .
----------તેથી વિરક્તિ નીરસતા તથા સોગીયાપણું નથી લાવતી .
------અસ્તુ .
૬ ફેબ્રુઆરી૨૦૧૮ \૧૧,૧૫ એ.એમ.\યું.એસ.એ.
No comments:
Post a Comment