Pages

પ્રેમ વિષે



----------"પ્રેમ એટલે એક જીવે બીજામાં લુપ્ત થવું તે ".આ વાક્ય સ્વ. શ્રી સુરેશ દલાલનું છે .પ્રેમના  ઘણાં પ્રકાર છે .એક તો આગળ વિ. લખ્યું તે અને બીજાં પ્રકાર એટલે ,:-
----સ્નેહ,વ્હાલ ,વાત્સલ્ય ,મમતા,વિ.     એકબીજામાં લુપ્ત થવાનો પ્રેમ પતિ-પત્ની વચ્ચે હોઈ શકે . . શારીરિક અને માનસિક (પ્લેટોનિક  લવ ),સાયુજ્ય કહી શકાય .
----સ્નેહ ,મિત્રો વચ્ચે હોઈ શકે . વ્હાલ બાળકો પ્રત્યે હોય,. વાત્સલ્ય પોતાના સંતાનો પ્રત્યે હોય   અને મમતા- ;જેમાં ક્યારેક કદાચ દયાભાવ અને અંગ્રેજીમાં સિમ્પથી કહિયે છીએ -
----એ ભાવ ;કોઈક વ્યક્તિ માટે કે બાળક માટે ઉભરે .એ મમતા. કેટલીક વખત કારુણ્ય ભાવ  સાથે પણ મમતા ભળી જાય છે .
----------કેટલીક વાર આપણે" ચાહ ;ચાહવું" શબ્દનો ઉપયોગ પ્રેમના પર્ય્યાય તરીકે વાપરીએ છીએ ચાહ એ ગુજરાતી શબ્દ નથી ,પરંત ગુજરાતીમાં વણાઈ ગયો છે 
----"ચાહ" નો અર્થ થાય છે ઈચ્છા "હું તને ચાહું છું "નો અર્થ આમ થઇ શકે ; " હું તારી સંગતીની ,સાથની  ઈચ્છા રાખું છું "ક્યારેક કહિયે છીએ ને  કે "હું ચાહું છું કે મને બઢતી મળે, 
----પહેલું ઇનામ મળે ,મારી પણ ગણના થાય .વિગેરે વિગેરે "આ  ઈચ્છા છે પ્રેમ નહી .ચાહું અને પ્રેમ  ભિન્ન અર્થ ધરાવે છે .
----------કેટલીક વખત ,ખાસ કરીને કિશોર  અવસ્થામાં ,કુદરતી,શારીરિક ફેરફારોને લીધે વિજાતીય આકર્ષણ થાય છે ત્યારે એ અબૂઝ બાળકો એણે પ્રેમ  સમજી  બેસે છે અને 
----એ આકર્ષણમાંથી ક્યારેક  ભૂલ કરી બેસે છે .એવે સમય વડીલોની ડ્યુટી બને છે કે એમની માનસિક પરિસ્થતિ સાંભળી લે. વઢવાને બદલે કે શિખામણો આપવાને બદલે .અહીં મમતાની .અને વાત્સલ્યની જરૂર પડે છે .  
                  અહીં મને પ્રેમ વિષે લખેલ એક રચના યાદ આવે છે 
---------------------પ્રેમ-------------------
----પ્રેમતો શાશ્વત છે ,
----પ્રેમ હ્રદયમાં સમાયેલો છે ,
----પ્રેમ અંતરથી થાય છે ,
----પ્રેમ શરીરિક  સ્તરથી પર છે 
----પ્રેમ દેહનાં દેખાવથી પર છે 
----પ્રેમ માનસિક અને ચૈતસિક છે .
----પ્રેમ એટલે હૃદયનું આંદોલન ! 
----પ્રેમ એટલે મનનું મોહન ! 
----પ્રેમ એટલે વ્હાલનો અફાટ દરિયો  ! 
----પ્રેમ  એટલે અનંત વહેતાં તરંગો! 
----પ્રેમ કદી ખૂટતો નથી 
----પ્રેમ કદી તૂટતો નથી .
----હું તમને પ્રેમ  કરું છું  શ્યામ! 
----દેહ અને તન લથડી ગયાં ,તેથી ,
----પ્રેમ સુકાયો નથી શ્યામ 
----ઝુકેલી,તૂટેલી "બેલા" હજીયે પ્રેમથી ડોલે છે ,
----ડાળ-પાંદડાથી વછુટેલી બેલા 
,----હજી યે ફૂલની સુગંધ વેરે છે !
----પ્રેમ બેલા ને ડોસી બનાવી શક્યો નથી ! 
----શ્યામ ! હજી ય બેલા તને પ્રેમથી પોકારે છે ,
----હજી યે પ્રેમભરી બેલા તારા ઉપર ન્યોછાવર છે .
                                       ૨૩ ફેબ.૨૦૧૮\૫.૩૦.એ.એમ. યું.એસ.એ. 



ગઈ કાલે એટલે કે ૮ માર્ચ ૨૦૧૮ વ્હોટ્સ એપમાં  પ્રેમ વિષે આ મળ્યું ,જે અહીં ઉતારવાની ઈચ્છા થઇ છે .
----આનંદની તૃપ્તિ એટલે -------------------------------પ્રેમ 
----ઝરમર ઝરમર વરસતો વરસાદ એટલે ------------પ્રેમ 
----વસંત સાથે નવી કુંપળો ડોકિયા કરે એ -------------પ્રેમ 
----ગોધૂલી ઉડે ને બને  પાંડુરંગ ,એ --------------------પ્રેમ 
----મીરાની ભક્તિ ને રાધાની પ્રીતિ એ ------------------પ્રેમ 
----વિંધાયેલી વાંસ, તોય અંતરમાં મીઠાસ એ -----------પ્રેમ 
----કિનારા છોલોછ્લ ને અંતરમાં પ્યાસ એ --------------પ્રેમ 
----બંધ આંખે કાનમાં થતું મીઠું ગુંજન એ -----------------પ્રેમ 
----ભરી મેદનીએ તાલબદ્ધ પડતો સૂર એ પ્રેમ ------------પ્રેમ 
----પરમાનંદ નિજાનંદ ,આનંદની તૃપ્તિ  એ ----------------પ્રેમ 
----જગત આખું પ્રેમ કરવા જેવું લાગે તે --------------------પ્રેમ .

No comments:

Post a Comment