----ચલ મન , ભવ સાગર તરી જઈએ .
----ભજી કિરતાર ,પેલેપાર વહીને જઈએ .
----દેહ તુંબડી, કંકર ઝાઝાં,
----ચાલ ફગાવી દઈએ ,--ચલ મન ----
----છો રહે, સાગર તટ ઉપરે,
----ધન ,વૈભવ, ખ્યાતી, બદનામી ;
----લાલચ મોહના મત્સ્ય ત્યજીને
----ચાલ નાવ ખેવી લઈએ --ચલ મન ----
----છોડો રજસ તમસના છીપલાં ,
----સત્યના મોતી વીણી લઈએ ;
----ત્રિગુણાતીતને દોરે એને -
----પરોવી માળ બનાવી લઈએ .-ચલ મન ----
----શુદ્ધાત્મ થઇ પરમાત્માને ,મળવા ,
----ચાલ સામે તીર જઈએ ;
----કૃષ્ણ નામ-જાપના હલેસે ,-
----ભવ પાર ઊતરી જઈએ .ચલ મન ---
----અહર્નિશ ગોકુલ,ને રાધાના,
----ચાલ, દર્શન કરી લઈએ ;
----કન્હૈંયાની બંસીના સુરે ,
----ચાલ, રમણ કરી લઈએ ,ચલ મન ----
----કુન્જવન ,મધુવનમાં ,ચાલને ,
----આનંદે ભ્રમણ કરી લઈએ ,
----"બેલા"ના ફૂલ ચરણે ધરીને ,
----ચાલને, "એ ":નામાં ઓગળીએ .!
ચલ મન ભવ સાગર તરી જઈએ !
૨૮ જાન્યુઆરી ૨૦૧૮
૧.૫૦. પી.એમ. યુ.એસ.એ .
No comments:
Post a Comment