Pages

વાહ રે પુરુષ--વાહ નારી--સાતત્ય


A--વાહ રે પુરુષ

----પ્રેમે પહેરાવી પાયલ ! 
----ઝણકારે તેના, તું પકડી શકે વાટ ,
----કાચની બંગડીઓના રણકારે ,
----જાણે તું ,છે કાર્યાન્વિત હાથ ! 
----લાંબા કેશ,તુજ છાતી પર પ્રસરાવી 
----મસ્તક ચાંપી,વીટાળી રાખે છે હાથ !
----ના જાણી ,સ્ત્રીની અભિપ્સા,-
----બસ, "પ્રેમમાં આત્મસાત છું "કરી 
-----વધાર્યો ,વસ્તાર! બાંધી ઘરને દ્વાર ! 
----પાયલનો ઝંકાર ચાડી ખાય ,
----બંગડીનો રણકાર ચાડી ખાય 
----બાળકોનો શોર ચાડી ખાય .
----વાહ રે પુરુષ! વાહ રે તારો પ્યાર ! 

B
વાહ નારી ! --------

---- વાહ નારી !   શો તારો  બદલાવ !
----બહુ નિભાવ્યો, પતિ-પરમેશ્વરનો સાથ !
----આજે વાગે છે તારી હાક !
----પાયલ ગુમ, હાથ છે અડવા ,
----કેશ થયાં વ્હેંત હાથ ! 
----ઘોડીયા ગયાં ,ને ડે કેર આવ્યાં 
----જ્યાં છે ફક્ત એક બાળકનો વ્યાપ ! 
----પતિ પત્ની કમાય સંગાથ .
---- ચુલા ચોકા બંધ થયાં ,ને ક્લબ કલ્ચરના થાટ !
----પી ઝા, બર્ગર શરાબની સૌએ પકડી વાટ ! 
----પતિ કોણ ? પત્ની કોણ? સૌ નાચે ,-
----લઇ મનગમતો સાથ ! 
----વાહ! એક ધ્રુવ છોડી બીજે ધ્રુવ દોડી ! 
----ગુલામી ને સ્વ્યાયત્તતાના છેડા--
----છોડાવે છેં  છેડા -છેડીની ગાંઠ.! 
----વાહ રે નારી ! વાહ તારી મુક્તિ ! 
----વાહ રે પુરુષ ! વાહ તારો પ્યાર ! 

C
-------સાતત્ય ------
----હે નર નારી !, કિન્તુ ,-
----ના ભૂલો , કે ,"હું" નથી,કે "તું" નથી ,
----"આપને" છીએ , પરસ્પર નિર્ભર .
----જીવનને ઉજાળો ,જાળવી ,સાતત્ય .

                                    ૨૧ જાન્યુઆરી૨૦૧૮ 
                                             ૮.૩૦.એ.એમ. યુ.એસ.એ.

No comments:

Post a Comment