----શ્યામ ! મારાં જીવનની આ કિતાબમાં ,
----ક્યારે તમે આગમનની સૂચી પાઠવશો ?
----કહો ને શ્યામ ! ક્યારે માયા-મોહના પટ ચીરાશે ,
----ને ક્યારે ડોકિયું કરી, તમે મલકશો ?
----અહં ગ્રસે છે ,અભિમાન ચડી જાય છે,જલન છે ,
----ક્યારે શીળી પૂનમની છાંય બની આવશો ?
----મારે તે બાઈ ,કેટલો વિરહ,હવે વેઠવો ?
----ક્યારે મિલનનાં સંદેશા પાઠવશો ?
----"બેલા"ની વાડી જુઓ ,સૂકી પડી ,
----એને ક્યારે તમ અમીધારે ખીલવશો?
----શ્યામ ! હવે ક્યારે મનને મેળવશો ,
----ને કહોને શ્યામ ! ક્યારે તમ ધામ તેડાવશો?
૧૪ માર્ચ ૨૦૧૮
૧૧.૪૦.એ.એમ.યું.એસ.એ.
No comments:
Post a Comment