(મુંબઈ, યોગા ક્લાસમાં )
----------વૈરાગ્ય એટલે શું ?વૈરાગ્યનો અર્થ ,ભગવા કપડાં પહેરી, સંસાર છોડી જવો એ નથી થતો .વૈરાગ્ય તો મનથી હોવો જોઈએ .જેવો જનક વિદેહીએ લીધો હતો .
----જનક-સીતાજી ના પિતા -દુનિયામાં ,સંસારમાં રહીને સંસારથી અલિપ્ત હતાં .દુનિયાદારીની બધી જ રસમ નિભાવતા .રાજકાર્ય પણ કુશળતાથી કરતાં ,છતાં ય
----એમનાં આત્માને એ કોઈ જ ક્રિયાઓ નો સ્પર્શ થતો નહોતો .દૈહિક કાર્ય કરવા છતાં તેઓ વિદેહી હતાં .કારણ ? કારણ ફક્ત એટલું જ કે તેઓ સંપૂર્ણ પણે જાણતાં
----હતાં કે તેઓ જે કાંઈ કરે છે તે દેહધર્મ છે ;કર્મબંધન છે .આત્મા અને દેહ જુદાં છે .આત્માને કોઈ કર્મબંધન હોતાં નથી ,અને એ જ વૈરાગ્ય .મનને એ રીતે કેળવીને
----વૈરાગ્ય પળાય .કર્મ કરો , પૂરી નિષ્ઠાથી કરો ; પરંતુ આસક્તિ ન રાખો .Do your duty with full devotion & dedication,but don't involve your self with
----affection .માતા-પિતા , પતિ-પત્ની ,બાળકો, ગુરુ ,ભાઈ-બહેન વિગેરે પ્રત્યેની તમારી ફરજ પૂર્ણ ખંતથી નિભાવો ,પરંતુ ,આ સર્વ સગાં-સંબંધી સાથે લાગણીઓથી ન બંધાવ
----એમને એની ભનક પણ ના આવે એ રીતે . જાણો ,કે આ સર્વ સાથેનો સંબંધ એ કર્મ-બંધનથી ઉત્પન્ન થયો છે ;દૈહિક છે .આત્માને આ સંબંધો સાથે કોઈ જ બંધન નથી.
----------કિન્તુ આ માનસિક પરિસ્થતિ છે .ત્યાં ક્યારે પહોંચાય ? એને માટે ઈશ્વરનું ધ્યાન ધરવું પડે .હવે, આ ધ્યાન એટલે શું ? ઈશ્વર શું છે ? તો , ઈશ્વર એક એવું
----પરમતત્વ છે જેને આપણે અનુભવીએ છીએ પરંતુ ,અધિકારી નથી ,તેથી પામી શકતા નથી. ઈશ્વર ,જેને અંગ્રેજીમાં ઓલમાઇટી કહે છે .આપણે એણે સર્જનહાર તરીકે
----પણ ઓળખીયે છીએ . ઈશ્વર વિષે તો બહુ મોટું પ્રકરણ થાય .પરંતુ આપણે બધાં ઈશ્વરમાં માનીએ છીએ પછી તે કૃષ્ણ રૂપે હોય ,રામ રૂપે હોય ,મહેશ કે બજરંગબલી
----મહાવીર,કે બુદ્ધ ,ઈસુ ખ્રિસ્ત કે ગુરુ ગ્રંથ સાહેબ કે પછી જરથોસ્ત .;પણ એ અલૌકિક તત્વને આપણે પૂજીએ છીએ ;તો ધ્યાન પણ ,જેમાં માનતા હોઈએ તેનું જ કરવાનું .
----------બે ભ્રમરની વચ્ચે ,નાકની ઉપર મધ્યમાં મનને કેન્દ્રિત કરીને "ઓમ" અથવા ઇષ્ટ દેવનું નામનું , સુખાસનમાં કે પદ્માસનમાં બેસીને રટણ મનમાં કે મોટેથી કરવું .
----એને ધ્યાન ધર્યું કહેવાય . શરૂઆતમાં મન આમતેમ ભટકે નહી માટે મોટેથી સારું પછી થોડા અભ્યાસ પછી મનમાં આસાનીથી થાય છે . રોજ ફક્ત બે મીનીટ મનને કેન્દ્રિત કરી ,
----સંસાર-જાળથી મુક્ત કરી વિચાર શૂન્ય થઇ ધ્યાન ધરી શકીએ તો મનને શાંતિ મળે છે ;આપણે સાચુ -ખોટું વિચારી શકીએ છીએ .અને પછી સત્કર્મ ભણી વળીએ છીએ
----જો વધુ સમય બીજાં કોઈ જ વિચારો સિવાય ધ્યાનમાં બેસી શકીએ તો ઈશ-કૃપા જ સમજવી .
----------હવે , આ ,જે સત્કર્મની વાત કરી ,તો એ વિષે પણ જાણીએ .સત્ એટલે સાચું-સારું .સાચાં અને સારાં કર્મ.આપણા કાર્યથી કોઈને લાભ થાય,આનંદ થાય,કોઈને ય મનદુઃખ
----ના થાય.શારીરિક ઈજા ન પહોંચે ;પછી તે માનવ હોય કે પશુ-પંખી ;તો એ સત્કર્મ કહેવાય .એટલે એ કર્મ અહિંસાની જોડે જોડાય. અહિંસાનો અર્થ પ્રત્યક્ષ હિંસા ન કરવી
----તે નથી .માનસિક ચોટ પહોચાડીયે તો એ પણ હિંસા છે .કોઈના કાર્યમાં રોડા -અવરોધ- નાખીએ કે એનું કાર્ય બગાડીએ કે કેરીયર બગાડીએ તો એ પણ હિંસા જ છે .જુઠું
----બોલીને હાની પહોચાડી યે તો ય હિંસા ને ચોરી કરીને દુખ આપીએ એય હિંસા !
----------આમ સત્કર્મ સાથે હિંસા અને અસ્તેય(ચોરી ન કરવી, જુઠું ન બોલવું )એ પણ જોડાય .
----------તો આ રીતે આપણે સત્કર્મ,અહિંસા,અને અસ્તેયથી શરુ કરી ઈશ્વરનું ધ્યાન ધરી ,તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરી વૈરાગ્ય સુધી પહોંચી શકીએ અને ત્યારે જનક વિદેહીની
----જેમ દુનિયામાં રહીને દુનિયાથી પરનું જીવન વિતાવી શકીએ. ---ઈશ્વરને પામવાનાં આ પગથીયા છે .સત્કર્મ,અહિંસા,અસ્તેય,ધ્યાન, જ્ઞાન અને વૈરાગ્ય ત્યારે કર્મ બંધનથી
----છૂટીએ અને પ્રભુ કૃપાએ પરમ તત્વને પામીએ . અસ્તુ .
૩૧ જુલાઈ ૨૦૦૦
૧૦.૦૦ થ ૧૦.૩૦ એ.એમ.
No comments:
Post a Comment