-----(મેરી આખોમે બસ ગયાં કોઈ રે )
----મારી આંખ્યુમાં વસી ગયો શ્યામ રે ! પલકારે નીંદ સરી જાય છે
----હું શું રે કરું ? શ્યામ શું રે કરું ?
----નભે તારકના હર ઝબકારે ,આંખ મિચોલી ખે શ્યામ રે (૨)
----ખોળી ખોળી હું થાકે મરું...(૨)
-----શ્યામ શું રે કરું ?
----ચાંદની રાતે દુરથી બોલાવે ,બંસીના નાદે નાચ નચાવે (૨)
----આ નર્તન છે અતિ ન્યારું રે (૨)
-----હું શું રે કરું ?શ્યામ શું રે કરું ?
----શ્રદ્ધાના દીપ ને ધીરજને કોડીયે ,"બેલા"ની માળ, ને આશની વાટડી એ (૨)
----કીર્તન કરું હર પલ રે (૨)
-----હું શું રે કરું ? શ્યામ શું રે કરું ?
૬ ફેબ્રુઆરી ૨૦૧૮
૧૧.૩૦.એ.એમ. યુ.એસ.એ .
No comments:
Post a Comment