----કળીએ મુસ્કાન વેરી,ને સુંદર ફૂલ ઉઘડ્યાં,
----તિતલી નાચી રંગ બિરંગી,ને અલીગણ ફૂલ પર ગુંજ્યા .
----વસંત આવી, સંગ ફાગ લાવી ,કેસુડાં જુઓ આ હસ્યાં!
----રવિ કિરણો લાગે, જાણે વૃક્ષો પરે મઢ્યા !
----ફૂલ-ફોરમે ને કેસરી ફાગે ,વન-પ્રાણી હરખાયાં ,
----કેસૂડાનાં રંગે જુઓ ,માનવ-હૈયાં રંગાયા !
----કેસુડો ઘૂંટી ને ભરી પિચકારી ,ફાગ મધુર ખેલ્યાં,
----"બેલા" રાચે ,પેખી ,રાધે-શ્યામને ,હોળીનાં ખેલૈયા !
------------------------------ --------------૨૮ ફેબ ૨૦૧૮
૧૧.૦૦ એ.એમ. યું.એસ.એ.
No comments:
Post a Comment