-----હવે ક્યાં સુધી આ નાવ ખેંચવી ? !
-----શ્યામ ! બોલાવી લે , છોડ , આ કાયાથી।
-----પાર ઉતાર ,આ તોફાની ભવસાગરથી ,
-----નથી હૈયે હામ, નથી શરીર હવે કસરતી !
-----નિશદિન સાદ દઉં તને ,હૃદયના પોકારથી ,
-----પુરાં થયાં સર્વ કાજ,અને કર્મથી હું છૂટી ;
-----મેલ્યાં ત્રિગુણો હેઠાં , ને , છૂટી, સર્વ બંધનોથી ,
-----વાટ જોઉં તેડાંની , ને, હું તો , આ , સાથરે સૂતી !
-----જીવ મૂંઝાય, શિર ચકરાય , કાયા ધરૂજે , થરથરી !
-----આલ ,તારો હાથ , ને ખેંચી લે તારા ભણી ;
-----નિહાળું વાટ તારી, આંખે નેજવાં ધરી,
-----કાનથી ધારું ધ્યાન , તુજ ગરુડના ફફડાટની .
-----"બેલા"ના સુગંધી ધૂપથી , હું બેઠી , સજાવી આરતી ,
-----પામુ તવ પ્રેમનો પ્રસાદ , વ્હેલેરા પધારો, હરિ !
21\10\2020
11.15 પી. એમ।
No comments:
Post a Comment