-----દુંદુભિ ગગડ્યાં ,ને બારાતી આવ્યા ,
----ચાલ જીવ, સજી લે , જઈએ વધાવવા !
-----કે'દુની વાટ જોતી'તી ,વા'લા ,
-----આજ આવ્યા, તારા વધામણા ;
-----દોટે દોટે ખાઉં અડવડિયા , વા'લમા ,
-----ઝાલી લે હાથ, તારા હાથમાં।
-----શરણાઈ કેરાં સુરે , રસીલાં ,
-----ફરીએ , ચૉરીમાં સાત ફેરા ;
-----કેસર-કંકુના થાપા લગાવ્યા ,
-----ને ડોલીએ ઝાલર ઝુલાવ્યા।
-----હાલો કહાર , જાવું દેશ રળીયામણા ,
-----જયાં વસે મારા રુદિયાના રાણા !
-----મહેલે તો ઝળહળે દીવડાં રૂપાળાં ;
-----કરે , અંતરમાં ય ઉજાસી અંજવાળા ! !
-----વા'લોજી દીસે , કોડીલા કોડામણા ,
-----એને વળગે ,જઈ , "બેલા" ભીડી બાથમાં ! ! !
23\10\2020
5.40.પી.એમ.
No comments:
Post a Comment