-----મારી જીવન ઝોળી ના ખોયે
-----તારી થપકીની વાટ જોતી બેઠી છું ;
-----તારા અસ્તિત્વના અણસાર સાથે
------તારી હલકની રાહ જોતી બેઠી છું।
-----તું છે મુજ જીવનનો આધાર એ આશે ,
-----સંસાર-ચોપાટ બિછાવી બેઠી છું ;
-----તું કુંભારની જેમ, ટપલે ટપલે ઉપસાવે ,
-----એ હસ્તાક્ષરની વાત જોતી બેઠી છુ.,
-----શંકા નથી મુજને, કે , તું નથી સંગાથે ,
-----તેથી જ તારી ઓળખ સાથે ;
-----સમયના વ્હેણમાં વહેતી બેઠી છું ,
-----તારાં તેજ-લીસોટાને હ્દયમાં સમાવી બેઠી છું।
-----ઘોડિયું જીવનનું, "બેલા"થી સજાવી બેઠી છું ,
-----તારાં મીઠાં હાલાં થી નિંદર બોલાવતી બેઠી છું।
12\11\2019
1.10.પી.એમ.
No comments:
Post a Comment