-----ધુમ્મ્સનાં ગોટામાં ફસાયેલી આ જિંદગી ,
-----ઉજળા કિરણની આશ ભરી જુએ છે વાટડી ;
-----કેટલાં આવરણ ઓઢી બેઠી આ જિંદગી ! ?
-----એક એક ફગાવ્યાં ,તો યે વિટમ્બણામાં વિંટાતી આ જિંદગી !
-----ચિત્તનાં ચકરાવામાં ઘુમમરે ચડી આ જિંદગી ,
-----વાતચક્રનાં વલયમાં વલોવાઈ રહી આ જિંદગી !
-----કિનારે , ધુમ્મ્સના છોરે ,શેં પહોંચશે આ જિંદગી ? !
-----ક્યારે કહાનો આવશે ને અર્જુનની જેમ કરશે ગોઠડી ?
-----હઠે સર્વ તમસ અને ઝળકી ઊઠે આ જિંદગી ,
-----આસ એ જ હૈયે વસાવી, અથડાય "બેલા"ની વલ્લરી !
4 \11\2019
9. એ એમ
No comments:
Post a Comment