Pages

શ્યામનો પત્ર



-----વાદળોના કાગળ ઉપર ,વીજળીની કલમથી 
                  લખી મોકલ્યો એક પત્ર ! 
-----વરસ્યો, અમીધાર બની હૈયા પરે  એ પત્ર ! 
-----છલબલ  થઇન જીવન નદી , પામી એ પત્ર ;
-----મહેકી ઊઠ્યું  મનડું ,જાણે છંટાયું ,અત્ર !

-----મોરપીંછના વહાણ ઉપર થઇ સવાર,
-----મોરલીનાં  સુર-હલેસાથી ,વહી આવ્યો એ પત્ર ;
-----ગોકુલ-વૃંદાવન બની ને મન, ઘૂમ્યું  લઇ એ પત્ર ,
-----રાધે-શ્યામને ઝૂલતાં  દીઠાં ,સહીને એ પત્ર ! 

-----ઝૂલ્યાં  વન ઉપવન અને મધુવન મેળવી એ પત્ર ! 
-----ભ્રમર ગુંજ્યાં ને તિતલી જોડાઈ ,રાગમાં,સુણી એ પત્ર ;
-----શ્યામ ! અજબ તારી રીત ! મોકલવાની , આ પત્ર ! 
-----દિવાની બની "બેલા" ,નિમંત્રણનો વાંચી ,એ પત્ર ! ! ! 
                                                        30\11\2019 
                                                              5.50. પી. એમ. 

No comments:

Post a Comment