Pages

હૃદયની વાતો



-----ચાલોને બેસીએ  ટેકવી,ઘરનો કરો ,
-----કરીએ  થોડી હૃદયથી હૃદયની વાતો ! 
-----વાંચો તમ જીવન કિતાબનાં  કોઈ પૃષ્ઠો ,
-----અને સાંભળો ,મમ જીવનનાં  કોઈ તથ્યો। 

-----સાંભરે છે ,કૂકા અને આટાપાટાની રમતો ,
-----હીંચતાં  હિંચકે ,લઇ , મસ મોટ્ટો ઠમકો ;
-----સવાર સવારે ઊઠતાં , સુણી , કોયલનો ટહુકો ,
-----અને આંખો ખેંચતાં આશથી , સાંભળી કાગડો ! 

-----વીતી ગઈ જિન્દગી , ઘર ઘરની રમતા રમતો,
-----ક્યારે ઘડપણ આવી બેઠું , ન જાણ્યાનો થડકો ! 
-----સતાવે છે, રોગોને ભોગવવાનો ડર  ભર્યો  ફડકો ,
-----"બેલા" સ્મરી લે કાનજીને ,રણઝણાવી ભજનનો રણકો। 
                                                               25\11\2019 
                                                                      5.30. પી.એમ. 

No comments:

Post a Comment