-----આવ્યા નવલાં રૂડાં નોરતાં રે લોલ ,
-----હાલો ને ગરબે રમીએ રે લોલ ---આવ્યા નવલાં। ......
-----ટોડલે તોરણિયાં બાંધિયાં રે લોલ ,
-----ઘટ ને જવારા સ્થાપિયા રે લોલ
-----હાલોને ગરબે રમીએ રે લોલ ---આવ્યા નવલાં। .....
-----ઊંચે ગબર ગોખે અંબિકા રે લોલ,
-----પાવા તે ગઢમાં કાળિકા રે લોલ ,
-----હાલો ને ગરબે રમીએ રે લોલ----આવ્યા નવલા।...
-----ચાચર ચોકમાં ગરબી રે લોલ,
-----રૂડા અંબે રમે કાળિકાની જોડે રે લોલ
-----હાલો ને ગરબે રમીએ રે લોલ ---આવ્યા નવલા।....
-----હાલોને સહિયર સજીએ રે લોલ ,
-----મારી અંબેમાઁની સંગે રમીએ રે લોલ ---આવ્યા નવલા। ....
-----કુમકુમનાં પગલાં પડિયાં રે લોલ ,
-----માડી ગુલા--લે રમિયા રે લોલ
-----હાલો ને ગરબે રમીએ રે લોલ --આવ્યા નવલા।.....
-----ચાચર ચોક તો મઘ મઘે રે લોલ ,
-----અગર ચંદન ને કસ્તુરીથી લોલ ,--આવ્યા નવલા।....
-----માડીના ચરણે વંદુ રે લોલ ,
-----"બેલા"ના ફૂલથી વધાવું રે લોલ,--
-----હાલો ને ગરબે રમીએ રે લોલ --આવ્યા નવલા।....
-----ધન્ય માડી તારી જોડી રે લોલ ,
-----ધન્ય કીધું મારું આયખુંરે લોલ
-----હાલો ને ગરબે રમીએ રે લોલ
-----આવ્યા નવલા રૂડાં નોરતાં રે લોલ
6\10\2019
11.00પી.એમ.
No comments:
Post a Comment