Pages

જગ જળ રેલી









આ ગગને ઘેરાયો મેઘ,
ધરતીને ભેટવા વરસાવે નેહ ;
વિરહી  આભ અને ધરાનો આ મેળ , વછૂટે નહીં, અવિરત કરતાં  પ્રેમ !

અલ્પ સમય જાય થંભી જો ધારા,
બમણા શોર ગુલથી ખખડાવે ખાંડા !
વીજ સબાકે ને ગગડાટે ;__
વગાડે ચોદિશ જબરા નગારા !

જળબમ્બાકાર ધરા, ને નદીઓ તો ઉફેણે !
રાહદારી,વાહન,સૌ, જુઓ, ઠબયા  કેવાં  જગ-ચકલે !
છપરે ચડયાં ,નાવે ડૂબયાં ,પૂરના  હાહાકારે ; 
મયુર પપીહા ચૂપ થઇ બેઠાં  "બેલા"ને સથવારે। ! 
                                           8\7\2019
                                                  11.05 પી.એમ. 

No comments:

Post a Comment