Pages

અમર અશ્વતથામા -1



---------------આ અશ્વતથામા ! -------
-----વેદ -વિદ્યા પારંગત ! આત્મ ચિંતક ! 
                             છતાં 
-----શ્રદ્ધાના દીપકની  ધ્રુજારીમાં ,હલબલી જતો વિચારક ! 
-----અશ્વતથામા ! ચિરંજીવ અશ્વ્તથામા ! 
                             કિન્તુ 
-----એની યાતના ,એટલે ;મસ્તકના મણી ની બેરહમીથી થયેલી કતલ ! 
-----મૃત્યુથી ય વધુ જખ્મી, આ , સુરૂપતાનું મૃત્યુ ! ! !   
-----બચપણમાં મળ્યું ,ચોખાના પાણીનું મૃગજળ જેવું દૂધ !
-----અને ,અંતિમ પડાવ ઉપર પણ ;_______
-----તરફડતી માનવતા રૂપે અમરત્વનું મૃગજળ ! ! 

-----આવો , વિરૂપ , ઘાવથી ;શારીરિક અને માનસિક 
-----પીડાતો અશ્વતથામા ! ! 
-----યુગો યુગોથી વન વન ભટકે છે ! ! ! 

-----અમરત્વ ,વરદાન કે શાપ ??  ! ! 
                                       23\7\2019 
                                            9.45. એ। એમ। 

No comments:

Post a Comment