Pages

સર્જન --વિસર્જન



-----ગણેશજીની મૂર્તિનું સર્જન કર્યું ,
-----ઘરમાં તથા પંડાલમાં પધરાવ્યાં ;
-----દસ દિવસ આનંદ-ઓચ્છવ કર્યો ,
-----આગમન અને વિદાયનાં  ઢોલ વગાડ્યાં ;
-----વળી વિદાયમાં ધામધૂમ-ભવ્યતા ભેર નાચ્યાં !
-----પાણીમાં વિસર્જન કરી થાક્યા; થયા નિરાંતવા !
--------------કિન્તુ સમજ્યાં કાંઈ ?----------
-----સર્જન વિસર્જન તો નિયમ છે ;
-----જેમ ગણેશજીનો એમ જ સૃષ્ટિનો। 
-----વચ્ચેના સમયને તમે શી રીતે ખર્ચ્યો ?
-----સૃષ્ટિમાં આવ્યા ત્યારે આનંદ સૌએ વાગોળ્યો ,
-----વિદાય વેળા  કોણે  વધાવ્યાં તમ કર્મોને ?
-----વિદાય વેળા ઢોલ-ત્રાંસાની ભવ્યતા કમાયા ?

-----આ ઉત્સવ શીખવે છે , જીવવાની કળા ;
-----સર્જન-વિસર્જન વચ્ચેના સમયની સાધના। 
                                               12\9\2019 
                                                   8.50 પી.એમ. 

No comments:

Post a Comment