Pages

ભવરણમાં ઝંખના



-----ઝંખી ઝંખી ને દોડી,
-----થીજેલાં ધૂસર _હવાઈ રણ  સમા જીવનમાં ;
-----મૃગજળ જોયાં  બહુ યે ,  ---છતાં ,
-----મિલનની પ્યાસ ના બુઝી ! ! ! 
                     -------------
-----ઊંટ સમી ઊંચી ડોકે ,ચાતક સમી 
-----ગોરંભ્યા ગગનને તાકી રહી ;
-----લાગ્યું , આ આવ્યો માણીગર -
-----ભીંજવી છોળ-છાલકે વર્ષાની ! ;

-----સંતાકૂકડી રમી , દઈ હાથતાળી ,
-----રણના  તાપે દીધાં  સપના સૌ બાળી !
-----ઝૂરી  ઝૂરી  જર્જર થઇ દ્રષ્ટિ ------હવે તો 
-----નયન-નીર જ સ "બેલા"ની વલ્લરી ! !
                                          11\7\2019
                                               5.45 પી.એમ.

No comments:

Post a Comment