----મેઘામ્બર છવાયો ,ને અમીધાર વરસી રહી
-----ફૂલ ફૂલ ને પાન પાન ને ,હુલાવતી,હસાવતી રહી ,
-----જુઓ , આ ગુલમહોર ,કેવો ખીલ ખીલ રહ્યો ડોલી ,
-----ગરમાળાનાં ફૂલ તો સહજ , રહયાં વર્ષાને નમી।
-----પંખીગણ કલબલે કલરવ કરી ,મયુર ઠમકે મેઘને આવકારી !
-----આવશે મારો શામળો , સોચી, 'બેલા" વિલસી રહી ;
-----પાથરે જાજમ અનોખી ,એનાં સુગંધિત ફૂલ કેરી। !
26\9\2019
6.45.પી.એમ.
No comments:
Post a Comment