મારાં પગ થયાં છે થાંભલા રે ,હું તો વાટ્યું જોતી ઊભી
મારી આંખ્યુંના તેજ ઓલાણા રે ,હું તોય નેવાં કરીને જોતી .
મારાં હોઠ સુકાયા ને જીભ તૂટી ,તો ય નામ તમારું રટતી
મારાં શ્વાસ ખૂટ્યાં ને આશ તુટી,રે! હું ભાંગી પડી છું દડતી.
મારો આતમ-દીપ બુઝાણો રે,આ કાયા તમને ઝંખતી
તો યે ના તમે આવિયા રે,હવે ચિતા ઉપર હું પોઢતી .
આગ મારે લબકારા રે,વરસાવો હેતની હેલી
રાખને મારી ભેળવે રે ,તમ આંસુનાં મોતી ભેળી .
બેલા
૧૧-૯-૧૯૭૪
No comments:
Post a Comment