મેં તો મઢૂલી બાંધી રે મારાં મનની .
એનાં પાયામાં નાખ્યો સત્-આચાર રે;
ને એમાં ઉમેર્યા સત્-વિચાર જો ---મેં તો....
મારે તો મઢૂલીમાં વીજળી આણવી,
જેને ઝીલવા કર્યો કટોરો શ્રદ્ધાનો જો---મેં તો....
આ તન તો ગળે ને થાય ભસ્મ જી રે,
મનને વાળું પ્રભુ-પગદંડીએ જો --મેં તો....
ચિંતન કરું,નવધા ભક્તિ કરું,
ને મિતભાષી થઇ મઢૂલી શણગારું જો--મેં તો...
આંગણમાં તુલસીને પધરાવું,ને
નિત "બેલા"નાં ફૂલથી સજાવું રે,
એ ની સુગંધે વ્હાલો ખેંચાઈ આવશે,
ને પામીશ હું પ્રેમામૃત પાન જો --મેં તો....
બેલા
૧૪ ઓગસ્ટ ૨૦૧૨
૧૦-૪૫એ.એમ.યુ.એસ.એ
No comments:
Post a Comment