અ
કાયાની કોટડીમાં પૂરાયો જીવડો
પાંખો ફફડાવીને હાર્યો રે
કોટડીના તાળાં તૂટે નહીં,ને
એને તો ઊડવાનો ધખારો રે.
કુંચી તાળાની તો ખોળી ખોળીને
થાક્યો એનો પૂરે મનખો રે
હવે જ્ઞાનની કાનસ જો મળે
તો કાપે કોટડીનો સળીઓ એ રે .
કા'ના વ્હાલાં ની રહેમ હશે જો
ને,આલશે એક તિખારો રે
ઝગારો એક બસ થઇ પડશે એનો
ને , "બેલા"નો થાશે છુટકારો રે .
૭.૫૦.એ.એમ.
બ
કાયાના પિંજરમાં પુરાયું પતંગિયું
પાંખો પ્રસરાવીને થાક્યું રે.
પિંજરાના બારણાં ખોલ 'લ્યા ઈશ્વરીયા,
અંધારે હું તો અટવાણું રે .
આલ મને થોડું અજવાળું 'લ્યા ઈશ્વરીયા,
ફૂલની સુવાસે હું ખેંચાયું રે .
એનાં એ તેજે ઊડી આવું 'લ્યા ઈશ્વરીયા ,
"બેલા"ની સૌરભ સાથ લાવું રે .
બેલા ૯.૩૦.એ.એમ.
૮-૮-૨૦૧૨ યુ.એસ.એ.
No comments:
Post a Comment