હે ઈશ !
આયખું ખૂટ્યાની વેળ આવી ?
કે આમ ,
આ શ્વાસની ધમની કાં હાંફી ?
થામજે આ હાથ મારો ,
કરુણાના ભાવ રાખી ;
રખે મારી કાયા ડગમગાતી !!----આ શ્વાસની...
મારે નાં આશ કો'ની
મારે નાં પ્યાસ શે'ની
માંગુ ફક્ત તારી હથેળી !!---આ શ્વાસની...
આમ જ ઉપાડી લે ,
રાખી મને મ્હાલતી;
"બેલા"નાં ફૂલે વધાવું તુને
આવીને તારી અગાશી !!
આ શ્વાસની ધમની કાં હાંફી ?
બેલા
૩૧ ડીસે.૨૦૦૭
૫.૩૦.પી.એમ.યુ.એસ.એ.
No comments:
Post a Comment