મૂળીયા કરો રે ભાઈ ઊંડેરા
કે ભગતિનાં ઝાડ જાશે ઊંચેરાં.
વિચાર,ધર્મ ,કર્મના મુળીયા
ઉજાડશે ,મોહ-માયા .
નામ જાપનો વાયરો ફૂંકો ;
ઉડાડો સૌ જાળાં !
પાણી સીંચો સત્કર્મના ,ને
છોડો એંકારની છાયા .
સત્સંગ થાકી ખુંપો ઊંડા ,તો
જશે આતમ ઊંચા
એ ઊંચેરી શાખ થકી
સંયોગ થશે "એનો"વ્હાલાં .
તયેં પામશો મધુરિમા
ને મ્હેકી ઉઠશે "બેલા"
બેલા
૧ ઓગસ્ટ ૨૦૧૨
૯.૫૦.પી.એમ.યુ.એસ.એ.
No comments:
Post a Comment