શિયાળામાં હુંફ આપતો -આ તડકો
પ્રવેશે છે કો'છલિયાના ,કપટી આગમન સમો .
પ્રાંગણમાં પ્રસરે છે,ધીરે ધીરે ;શબ્દ જાળ સમો
વસે હૈયે આનંદ આપતો
ઉનાળાનાં આગમન સુધી.
પછી
કપટની જાણ થતાં,જેમ હૈયું અનુભવે છે આંચકો
ઉનાળાનાં મધ્યાહ્નમાં ,તરફડાવે છે ,સૂર્ય ધગધગતો
અંતે
ચોમાસામાં લુપ્ત થાય છે;રસકસ ચૂસી;
છ્લીયાની ગછન્તી સરખો !
બેલા
૨૪-૨-૧૯૭૫
No comments:
Post a Comment