શ્વાસ છૂટ્યાની વેળા આવી
કે મન !
હવે પ્રયાણની કરો તૈયારી !!
નાવડી મઠારો ,અને સઢને સાંધો
પતવારને લો સજાવી ;
ભવ-સાગર તરવા ,બાજુઓ દો ફેલાવી !
લંગર ઉપાડો ,ને કુવા-થંભ ફેરવો ;
ટગમગ થાતી આ જ્યોતને સંકોરો ,
ને કાયાનું કોડિયું દ્યો સરકાવી !
ભવ ભવના ભેરુને ભેટવાને આતુર
"બેલા"એ અલખ આ જગાવી !!
કે
હવે પ્રયાણની કરો તૈયારી !'
બેલા
૧-૧-૨૦૦૮
૨.૩૦.પી.એમ.યુ.એસ.એ.
No comments:
Post a Comment