જીવનનો રથ તો દોડ્યો જતો 'તો
ને
અશ્વોએ(શ્વાસોએ)રાશ કેમ ખેંચી?
જોયું તો
ફીણ ફીણ મોઢે થયાં'તા
ને પાવલામાં ટસરો ય ફૂટી !
પૈડાં ધરીના ખીલા વછૂટ્યા
ને રથની ગતિ અટવાણી !
સંભાળી લેજે આ મનખાના રથને
અને
જીવતરને દે ઈશ સાથે જોડી .
થાક્યા-પાક્યા હંસલાને વિસામો દેજો
તમ સરવર કિનારે
વિનવે "બેલા"બેઉ કર જોડી .!
બેલા
૩૧ ડીસે.૨૦૦૭
૮.૦૦ પી.એમ.યુ.એસ.એ.
No comments:
Post a Comment