એક જ ઝાટકે તું
મારી રસાળતાને
ખેંચી લઇ ગયો ?
મારી સંવેદના ,મારો પ્રેમ ;
મારાં ગીત,મારી ઊર્મિ
બધું ય
ઘસડી ગયો ,એક પળમાં ?!
ભીતરનાં અજંપા ,
આંખ્યુમાં ચૂવે
હાલ કરી ગયો
દિલના ,કેવાં ?
એક જ પલકમાં ?!
બળબળતી આ આગ
ચિતાની નથી .
ને થીજેલું આ હૈયું
બરફ નથી .
કરાર જ લઇ ગયો ;
એક જ ચૂમી માં ?
નિર્લજ્જ !!!
બેલા
૨-૩-૧૯૮૬ --૭.૦૦ પી.એમ.
No comments:
Post a Comment