માટીનું આ તન
માટીનું આ ધન.
સોનું નીકળે માટીમાંથી
હીરા ય મળે માટીમાંથી.
માટીમાંથી જન્મેલ ઇન્સાન
ધરે માટીનું ધ્યાન!
માટી માટે માટી સાથે
બને માટી શયતાન!
દેખી અજબ આ ખેલ ભગવન્
'બેલા' ઝૂકી કરે માટીને નમન .
બેલા
૪-૨-૨૦૧૨ /૪.૧૦ પી એમ.
No comments:
Post a Comment