પૂર્ણ ભક્તિ-ભાવ ભર્યો,
કરો વિશુદ્ધ ચેતના
ત્યાગી ભૌતિક દૂષણો
સમજો વ્યથા વિકારોની
ત્યજો ભોગ દેહનો
ત્યજો બુદ્ધિ-ભ્રમને
અહમ થી જે છે ભર્યો.
મુક્તિ-દ્વારનો છે રસ્તો
ચેતના ના બીજ-સ્મરણ તણો
રટણા પ્રભુ નામની છે રસ્તો
છૂટવા જન્મ-મરણના ચક્ર તણો
'બેલા' સમજ આ વાતને
ભેદ દેહ અને આત્મનો
સમજ ભેદ સુખ-દુ:ખનો
કર કર્મ તુજ ઉદ્ધાર નો.
બેલા
૧૫-૨-૨૦૧૨/૧૧.૩૦.એ.એમ.
No comments:
Post a Comment