દિલ તડપી તડપી ને કાળું થયું .
તારી યાદમાં બેસુમાર બાવરું થયું.
ક્યારે ફરી સૂણવા મળશે તારી વાંસળી?
--જેનાથી મન નાચતું થયું!
હૈયામાં ખીલી વસંત,અને ગુંજન થયું.
ફોરમ ફોરી,ને જીવન સુમન-ભર્યું થયું
પણ હાય !સૂરની સરવાણી સુકાઈ
અને મન --રણ થયું
ફૂલોની ખુશ્બૂ ગઈ ને 'બેલા' નું ઠુંઠું થયું.
બેલા
૩-૧-૨૦૧૨/૯.૩૦.પી.એમ.
No comments:
Post a Comment