જય જય હે વિઘ્ન વિનાશિને
વિપદ મોચને,સંકટ હારીણે
ગજાનન,મંગલમૂર્તિ ,એક્દંતે
નામામીહમ હે નિર્ગુણ તવ ચરણે
કૃપાસિંધુ તવ ચરને આવ્યાં
આશિષ દો દુંદાળા !
સુખકર્તા,દ:ખહર્તા સ્વામી
વિઘ્નહરા વિશાલા.
સંકટમોચન નામ ધરન્તા
સંગ્રામે તમે જીત ધરતા
વિદ્યારંભે આશિષ દેતા
પ્રવાસે વિઘ્ન હરતા
મોદક થાળ ભરીને લાવ્યાં
આરોગો સુત-શિવા
'બેલા' જાસુદ સંગે ગુંથ્યા
સ્વીકાર કરો મહાદેવા
બેલા
૨-૯-૧૯૯૫/૬.૩૦.પી.એમ.
No comments:
Post a Comment