મનની વાત બહુ મોટી
મનની વાત બહુ ખોટી
મન છે, છતાં મન નથી
મન છે એક અનુભૂતિ
મન છે રાજા,મન સંચારે
જિંદગી એને સંચરતી.
મન કદિક આંનદથી ભરપૂર
મન કદિક શોકથી મજબુર
મન જોડે,મન તોડે.
ઝેરી એનું ચણતર.
સાપ-ઝેરનું તો છે મારણ
મન ને અડે ન કોઈ મંતર!
અહંકારથી ભરપૂર એવાં
આ મનના ચક્કર.
મન નચાવે ,નાચે તન,
દાબી શકે ના એને પથ્થર.
અહમ,ક્રોધ,માન ને ઈર્ષા
મનના છે આ ખેલા
ના ગણો એની ભાવના
મનને દ્યો ધકેલા.
રટો,,રટો ,,રટો નામ જપ-માલા
કાં'નો ઠારશે મનની જ્વાલા .
વેરીશું ફૂલ 'બેલા'ના
દર્શન દેશે જયારે વ્હાલા.
બેલા ૧-૨-૨૦૧૨/૧૧.૦૦ એ. એમ.